હજ 2025 માં પસંદગી પામેલ હજયાત્રીઓ માટે અગત્યની સુચના
હજ 2025 માં પસંદ થયેલા હજયાત્રીઓએ પ્રથમ હપ્તાની રકમ રૂ. 1,30,300/- હજયાત્રી દીઠ જમાં કરાવવાની છે.
પ્રથમ હપ્તો જમાં કરાવવાની છેલ્લી તારીખઃ 21/10/2024 છે.
• હજ હાઉસ અમદાવાદ ખાતે નીચે મુજબના ડોક્યુમેન્ટ જમા કરાવવાની છેલ્લી તારીખ 23/10/2024 છે.
1. હજ એપ્લીકેશન ફોર્મ – હાજી ની સહી સાથે
2. પ્રથમ હપ્તો ભર્યાની ઓરીજીનલ રસીદ
3. મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ
4. પાસપોર્ટ ની ઝેરોક્ષ કોપી – હાજી ની સહી સાથે
5. પાસપોર્ટ ફોટો (વ્હાઇટ બેકગ્રાઉન્ડ) – દરેક હાજીની ૩ કોપી.