ઉમરાહ યાત્રીઓ માટે મહત્વપૂર્ણ ચેતવણી:

સસ્તું ઉમરાહ પેકેજ બુક કરતી વખતે સાવચેત રહો કારણ કે કેટલાક ટૂર ઓપરેટરો છેતરપીંડી કરી શકે છે. હંમેશા વિશ્વસનીય ટૂર ઓપરેટર અને સારા ઉમરાહ પેકેજને પસંદ કરો.

ભાવની હકીકત: ભારતમાંથી ₹50,000 – ₹55,000 ની નીચેનું પેકેજ શક્ય નથી, કારણ કે એર ટિકિટ અને વિઝા ખર્ચ આ ભાવમાં જ આવે છે.

₹60,000 – ₹70,000 ના પેકેજમાં અનેક મુશ્કેલીઓ આવી શકે છે:

કનેક્ટિંગ ફ્લાઇટ્સ, જેમાં 6-7 કલાકનું રોકાણ થાય છે, જે તમારી સફરને 12-15 કલાક લંબાવી દેશે.
હરમથી દૂર હોટલ, વધારે લાંબા અંતર ની હોટેલ માં ક્યારેક બસ સમયસર ન આવતી હોય છે, જેના કારણે સમયસર નમાજ હરમ શરીફ માં નથી મળતી.
મર્યાદિત ઝિયારત, મક્કા અને મદીના બહારની ઝિયારત નો પેકેજમાં સમાવેશ નથી હોતો અને લોકલ ઝિયારત પણ મર્યાદિત હોય છે.
6-બેડવાળા ઓરડા, સસ્તી ખોરાક અને લોન્ડ્રી સેવા ઉપલબ્ધ ન હોય.

ઈકોનોમી પેકેજ (₹70,000 – ₹80,000) માં:

મધ્યમ સ્તરના હોટલ, હરમ સુધીની બસ સેવા, જેથી 5 વખત નમાજ માં મુશ્કેલી પડી શકે.
મધ્યમ ગુણવત્તાવાળા ઓરડા, ભોજન અને મર્યાદિત ઝિયારત.
લોન્ડ્રી સેવા માત્ર એકાદ વાર.

પ્રીમિયમ પેકેજ (₹85,000 – ₹95,000) માં તમને મળશે:

હરમ નજીક ચાલીને જઈ શકાય તેવા હોટલ, જેથી તમે સરળતાથી 5 વખત નમાજ કરી શકો.
ઉત્તમ હોટલ સુવિધાઓ, શ્રેષ્ઠ ગુણવત્તાવાળો ખોરાક અને સમયસર ટ્રાન્સપોર્ટ.
નિષ્ણાંત માર્ગદર્શકો સાથે ઝિયારત.
ડાયરેક્ટ ફ્લાઇટ્સ, અનલિમિટેડ લોન્ડ્રી સેવા, ઝમઝમ પાણી કેન અને અનેક અન્ય સુવિધાઓ.


તમારા ઉમરાહ અનુભવને સરળ અને યાદગાર બનાવવા માટે Harmain Global Tours ને પસંદ કરો.

+91 9998031372