Important Updates about Hajj 2025 – Prepration of Hajj in Gujarati and Hindi
હજ યાત્રા એ જવાની તારીખ નક્કી થઈ ગઈ છે તો હવે નીચે મુજબની સૌથી પહેલાની તૈયારી કરવી ખૂબ જરૂરી છે:
—
1. મનોબળ, નિયત અને શારીરિક સ્વાસ્થ્ય ની તૈયારી:
• દિલથી નિયત (ઇરાદો) કરો કે હજ માટે માત્ર અલ્લાહ ની રજા, એની ઇબાદત અને (પવિત્રતા) ગુનાહો થી પાક થવા માટે જઈ રહ્યા છો. • હજના અરકાન, ફરજિયાત કાયદા, રીત અને મસાઈલ શીખી લો. સ્થાનિક મસ્જિદ કે હજ કેમ્પમાં તાલીમ ક્લાસે જાઓ. • શારીરિક સ્વાસ્થ્ય ઉપર ધ્યાન આપવું, ખાવા પીવા પર અને બીજી એવી વસ્તુઓ પર ધ્યાન આપો જેના થી તમારું સ્વાસ્થ્ય બગડે નહીં. • જરૂરી વેક્સિન, સંપૂર્ણ મેડિકલ ચેકઅપ કરાવવો, દવાઓનો સ્ટોક તૈયાર રાખવો (તબીબી દવાઓ, સામાન્ય દવાઓ)
—
2. દસ્તાવેજોની તૈયારી:
• માન્ય પાસપોર્ટ, હજ વીઝા પરમિટ, ટિકીટ, વિવિધ ડોક્યુમેન્ટ્સના ઝેરોક્સ (પાસપોર્ટ, આધારકાર્ડ, ફોટા, વેક્સિનેશન પ્રમાણપત્ર), નાણાં (રિયાલ) અને બધા પ્રકારના જરૂરી દસ્તાવેજો (HCOI કાર્ડ, હેલ્થ કાર્ડ, નુસુક કાર્ડ) તૈયાર કરી લો.
—
3. નાણાકીય વ્યવસ્થા અને ઘર પરિવાર માટે તૈયારી:
• મુસાફરી માટે પૂરતો ખર્ચ, નકદ (કેશ) અને કાર્ડ બંને તૈયાર રાખો. રિયાલ ખર્ચ પ્રમાણે અહીં થી તૈયાર કરી લો. • પરિવાર માટે જરૂરી ખર્ચ, ઈમરજન્સી ખર્ચ, ઘર માટે જરૂરી વ્યવસ્થા (બિલ, EMI, લૉન ના હાફતા, બાળકોની સ્કૂલ કોલેજ ની ફી વગેરે) કરી લો. • નિકળતા પહેલા માફી માંગવી અને સંબંધોમાં શુદ્ધતા લાવવી, મેલ મિલાપ નાં પ્રોગ્રામ માં શરિયત વિરુદ્ધ નાં રીતરીવાજ થી દૂર રહેવું
—
4. કમિટી અથવા અધિકૃત ટૂર ઓપરેટર થી માહિતી:
• કમિટી અથવા ટૂર ઓપરેટર થી ટુર પેકેજ અને સુવિધાઓ અંગે સ્પષ્ટ માહિતી મેળવી લો. • મક્કા, મદીના માં રોકાણ, હોટેલ, હજ નાં દિવસો ના કયામ, ઈમરજન્સી સેવાઓ, બીજી બધી સુવિધાઓ ની માહિતી અને કોન્ટેક્ટ નંબર નોટ કરી લો.
ઇન્શાલ્લાહ અગામી પોસ્ટ માં ચેક લિસ્ટ આપવા માં આવશે. હજ યાત્રા એ જવાવાળા ને આ લિંક શેર કરો, અમારા વ્હોટ્સ એપ ચેનલ, ગ્રુપ માં જોડાઓ. 👇
हज यात्रा की तारीख तय हो गई है, तो अब नीचे दी गई सबसे पहली तैयारी करना बहुत जरूरी है:
—
1. मानसिक, नियत और शारीरिक स्वास्थ्य की तैयारी:
• दिल से नियत (इरादा) करें कि हज के लिए केवल अल्लाह की रज़ा, उसकी इबादत और (पवित्रता) गुनाहों से पाक होने के लिए जा रहे हैं। • हज के अरकान, फरायज, तरीके और मसाइल सीख लें। स्थानीय मस्जिद या हज कैंप में ट्रेनिंग क्लास में जाएं। • शारीरिक स्वास्थ्य पर ध्यान दें, खाने-पीने और अन्य ऐसी चीज़ों पर ध्यान दें जिससे आपका स्वास्थ्य खराब न हो। • जरूरी वैक्सीन लगवाएं, पूरा मेडिकल चेकअप करवाएं और दवाइयों का स्टॉक तैयार रखें (इलाज की दवाएं और सामान्य दवाएं)।
—
2. दस्तावेज़ों की तैयारी:
• वैध पासपोर्ट, हज वीज़ा परमिट, टिकट, विभिन्न डॉक्यूमेंट्स की ज़ेरॉक्स (पासपोर्ट, आधार कार्ड, फोटो, वैक्सीनेशन प्रमाणपत्र), पैसे (रियाल) और सभी जरूरी दस्तावेज़ तैयार रखें।
—
3. वित्तीय व्यवस्था और घर-परिवार के लिए तैयारी:
• सफर के लिए पर्याप्त खर्च, नकद (कैश) और कार्ड दोनों तैयार रखें। रियाल की जरूरत के हिसाब से यहीं से तैयार कर लें। • परिवार के लिए जरूरी खर्च, इमरजेंसी खर्च, घर की जरूरी व्यवस्थाएं (बिल, EMI, लोन की किस्तें, बच्चों की स्कूल-कॉलेज की फीस आदि) पूरी कर लें। • निकलने से पहले माफ़ी मांग लें और रिश्तों में साफ़गोई लाएं, मेल-मिलाप के कार्यक्रम में शरीअत के खिलाफ़ रस्मों से दूर रहें।
—
4. कमिटी या अधिकृत टूर ऑपरेटर से जानकारी:
• कमिटी या टूर ऑपरेटर से टूर पैकेज और सुविधाओं की स्पष्ट जानकारी प्राप्त कर लें। • मक्का, मदीना में ठहरने की जगह, होटल, हज के दिनों का क़याम, इमरजेंसी सेवाएं और अन्य सभी सुविधाओं की जानकारी और कॉन्टैक्ट नंबर नोट कर लें।
—
इंशा अल्लाह अगली पोस्ट में चेकलिस्ट दी जाएगी। हज यात्रा पर जाने वालों को यह लिंक शेयर करें, हमारे व्हाट्सएप चैनल और ग्रुप से जुड़ें।👇