પ્રેસનોટ

હજ ૨૦૨૫

હજ ૨૦૨૫ માટે ૧૨ વર્ષથી ઓછી ઉંમરના બાળકોની હજ અરજીઓ રદ કરવા બાબત

ગુજરાત રાજ્ય હજ સમિતિના અધ્યક્ષશ્રી ઈકબાલ સૈયદ અને આઈ. એમ. ઘાંચી એક સંયુક્ત અખબારી યાદીમાં જણાવે છે કે, હજ કમીટી ઓફ ઈન્ડિયાનાં તા. ૧૩-૦૪-૨૦૨પનાં પરિપત્ર ક્રમાંક-૪૦ મુજબ હજ ૨૦૨૫ માટે ૧૨ વર્ષથી ઓછી ઉંમરના બાળકોની હજ અરજીઓ રદ કરવા બાબત સર્વ સંબંધિતોને જાણ કરવામાં આવે છે કે સાઉદી અરેબિયાના કિંગડમ દ્વારા આ વર્ષે, એટલે કે હજ ૨૦૨૫ (૧૪૪૬ H) માટે, ૧૨ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને તેમના માતા-પિતા સાથે હજ પર આવવાની પરવાનગી આપવામાં આવી રહી નથી અને તેમના માટે વિઝા જારી કરવામાં આવશે નહીં. આ નિર્ણયના અનુસંધાનમાં, હજ કમિટી ઓફ ઇન્ડિયા દ્વારા આ વયજૂથ (૧૨ વર્ષથી નીચે) ના બાળકોની હજ અરજીઓ રદ કરવામાં આવી છે. આ રદ થયેલ અરજીઓ હેઠળ જમા થયેલ સંપૂર્ણ હજ રકમ અરજદારોને પરત કરવામાં આવશે.

જે કવર (Covers) માંથી બાળકોની અરજીઓ રદ કરવામાં આવી છે, તે કવરમાં સામેલ અન્ય પુખ્ત હજયાત્રીઓ તેમના નિર્ધારિત કાર્યક્રમ મુજબ હજ યાત્રા માટે આગળ વધી શકે છે. જો કે, જો આવા કવરમાં સમાવિષ્ટ અન્ય યાત્રાળુઓ તેમની હજ યાત્રા રદ કરવા ઇચ્છતા હોય, તો તેઓ ૧૪મી એપ્રિલ, ૨૦૨૫, સોમવાર સુધી કોઈપણ કેન્સલેશન ચાર્જ (cancellation charges) વિના કેન્સલ કરાવી શકે છે. કેન્સલેશન માટે તેઓ હજ કમિટી ઓફ ઇન્ડિયાની વેબસાઈટ અથવા હજ સુવિધા એપ (Haj Suvidha App) દ્વારા ઓનલાઈન કેન્સલેશન કરી શકે છે અથવા પોતાની સંબંધિત રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશની હજ સમિતિ મારફતે કરાવી શકે છે.

મહત્વપૂર્ણ નોંધ: ૧૪મી એપ્રિલ. ૨૦૨૫ પછી કરવામાં આવેલ કેન્સલેશન પર હજ માર્ગદર્શિકા ૨૦૨૫માં નિર્ધારિત જોગવાઈઓ અનુસાર કેન્સલેશ શુલ્ક લાગુ થશે.

ક્રમાંક:હજસ-૧૦૨૦૨૫-1304-હ.સ.

ગુજરાત રાજય હજ સમિતિ,
સામાન્ય વહીવટ વિભાગ, બ્લોકનં ૮, ૮મો માળ સચિવાલય, ગાંધીનગર.

13-04-2025

(આઈ.એમ. ઘાંચી)

સચિવ, ગુજરાત રાજય હજ સમિતિ

પ્રતિ, તમામ પ્રીન્ટ અને ઈલેક્ટ્રોનીક મીડીયા,
પ્રતિ, એડિટરશ્રી, ગુજરાત ટૂડે, શાહઆલમ, અમદાવાદ