
હજ 2025: 5 દિવસ માટે પૂર્ણ માર્ગદર્શિકા (મિના, અરફાત, મુઝદલીફા)
આ પોસ્ટ દ્વારા હજ ના ૫ દિવસ ની માહિતી તમે હજ ના દરેક દિવસને સરળતાથી સમજી શકો અને દરેક સ્થળે કેવી રીતે પહોંચી શકાય તેની સ્પષ્ટ માહિતી મેળવી શકો છો. હરમૈન ગ્લોબલ ટુર્સ – તમારા રૂહાની સફર નું સાથી
—
પ્રથમ દિવસ: 8 ઝુલહિજ્જા (યૌમ-તરવિયાહ) – મિના
હજ નું પહેલું દિવસ:
મક્કા થી મિના (હજ કમિટી વાળા અઝીઝિયા બિલ્ડિંગ થી અને પ્રાઇવેટ ટૂર વાળા પોત પોતાની હોટેલ થી મીના આવશે)
અમલ:
૫ નમાઝ મિના ખાતે પઢવી (ઝોહર, અસર, મગરિબ, ઈશા, ફજર)
રાત્રિ મિના ખાતે પસાર કરવી
કેવી રીતે કેમ્પ શોધવો?
રીત:
પોલ નંબર (Pole Number): દરેક વિસ્તારમાં ઊંચી સ્ટ્રીટ લાઇટ્સ પર લખાયેલ નંબર. ઉપર વાળો કેમ્પ નંબર હશે, નીચે વાળો રોડ નંબર હશે.

ઝોન નંબર: હજ કમિટી દ્વારા દરેક દેશ માટે અલગ ઝોન ફાળવાય છે. પીળા રંગના મોટા સાઈન બોર્ડ ઝોન નંબર દર્શાવે છે.
ઝોન નંબર: હજ કમિટી દ્વારા દરેક દેશ માટે અલગ ઝોન ફાળવાય છે. પીળા રંગના મોટા સાઈન બોર્ડ ઝોન નંબર દર્શાવે છે.

રોડ નંબર: રસ્તાઓને નંબર આપ્યા છે, જેમ કે રોડ 1, રોડ 204, વગેરે. મિનાની તમામ મુખ્ય સડકો બે અંકની સંખ્યાઓ ધરાવે છે, જે જમરાતથી શરૂ થાય છે અને અરફાત સુધી જાય છે, જ્યારે અંદરની નાની ગલીઓ ત્રણ અંકની સંખ્યાઓ ધરાવે છે, જે ઝોનની અંદર જ શરૂ અને પૂર્ણ થાય છે.
ઍપ્સ દ્વારા પણ માહિતી મેળવી શકો છો:
Haj Suvidha App
મહત્વપૂર્ણ સ્થાન:
મીના ના પેહલા દિવસ માં જવા માટે મસ્જિદે ખૈફ છે.
મસ્જિદ ખૈફ – મિના (Masjid al-Khayf, Mina):
મસ્જિદ ખાયફ મિનાની ખૂબજ ઐતિહાસિક અને મહત્ત્વપૂર્ણ મસ્જિદ છે. આ મસ્જિદ જમરાતના નજીક આવેલ છે અને તેમાં હજ દરમિયાન હજારો લોકો નમાઝ માટે ભેગા થાય છે.
ઈતિહાસ અને હદીસ મુજબ, ઘણા નબીઓ (અનુમાને ૭૦ અંબિયા) અહીં નમાઝ અદા કરી ચૂક્યા છે. ખાસ કરીને નબી મુકરમ (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ) પણ અહીં નમાઝ પઢી હતી અને હજ વખત અહીં સમય વિતાવ્યો હતો.
મસ્જિદ ખૂબ વિશાળ છે અને હજ દરમિયાન ખાસ કરીને ઝુહર અને અસરના વક્તે અહીં જમાત સાથે નમાઝ થાય છે.
ખાસ નોંધ:
જો તમે મિના ઝોન ૨ અથવા ૩ માં રહેશો તો મસ્જિદ ખૈફ તમારી નજીકમાં હોઈ શકે છે. ઝોન જેટલું દૂર હશે એટલું અહીંયા આવામાં મુશ્કેલી થઈ શકે છે. જમરાત ને કાંકરીઓ મારવા આવવાં વખતે પણ આ મસ્જિદ રસ્તા માં આવશે.
ગૂગલ લોકેશન: અહીંયા ક્લિક કરો

—
બીજો દિવસ: 9 ઝુલહિજ્જા (યૌમે અરફા) – અરફાત
હજ નું બીજું દિવસ: મિના થી અરફાત (સવાર માં)
અમલ:
ઝુહર અને અસરની નમાજ મસ્જિદે નિમરા અથવા મેદાને અરફાત ખાતે એકત્રિત કરી પઢવી. મેદાને અરફાત માં રોકાવા નાં અમલ ને “વકુફ” તરીકે ઓળખવામાં આવે છે અને તે હજની મુખ્ય ફરજ છે. વકૂફે અરફાત વગર હજ નથી.
દુઆ અને અસ્તગફાર માટે જબલે રહમાહ પહાડી પર જવું.
સૂર્યાસ્ત એટલે કે મગરિબ પછી મુઝદલીફા તરફ રવાના થવું
મહત્વપૂર્ણ સ્થળો:
મસ્જિદે નિમરા (Masjid-e-Nimra):
મસ્જિદે નિમરા અરફાતમાં આવેલી એક પ્રસિદ્ધ મસ્જિદ છે, જ્યાં હજના બીજા દિવસે (9 ઝુલહિજ્જા – યૌમે અરફા) ઝુહર અને અસર ની નમાઝ એકસાથે જમાત સાથે અદા કરવામાં આવે છે. હજ નો ખુતબો પણ અહીંથી આપવામાં આવે છે. (હજ ના ખુતબા ની માહિતી પણ આજ પોર્ટલ દ્વારા મળી જશે)
આ મસ્જિદનો ભાગ અરફાતની અંદર અને બહાર બંને વિસ્તારમાં આવેલ છે. એટલે કે જે હિસ્સો અરફાતની સીમામાં નથી, ત્યાં ઊભા રહી નમાઝ પઢવી અરફાતમાં ગણાતી નથી.
ગૂગલ લોકેશન: અહીંયા ક્લિક કરો

જબલ ઉર રહમાહ (Mount Rahmah):
હઝરત આદમ અને હવ્વા નો મિલનસ્થળ. મેદાને અરફાત માં આ ટેકરી આવેલી છે. જબલે રહમાહ એટલે કે “રહમત નું પર્વત”. ઇતિહાસ અને હદીસ માં છે કે અહીં નબી મુહમ્મદ (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ) એ પોતાની છેલ્લી હજ ખુતબા આપી હતી. (હજ્જતુલ વદા નો ખૂતબો પણ આ પોર્ટલ દ્વારા મળી જશે)
અરફાતના મેદાનમાં અહીં ઠેર ઠેર હાજીઓ દુઆ માટે આવે છે, અને જબલે રહમાહ પર ઊભા રહીને માફી માંગે છે. પર્વત પર સફેદ પથ્થર પાસે જવું કોઈ જરૂરી નથી.
ગૂગલ લોકેશન: અહીંયા ક્લિક કરો

—
ત્રીજો દિવસ: 10 ઝુલહિજ્જા (યૌમે નહર) – મુઝદલીફા અને મિના
હજ નું ત્રીજું દિવસ: અરફાતથી મુઝદલીફા (રાત્રિ રોકાણ), પછી સવારે મિના
અમલ:
મુઝદલીફા માં મગરિબ અને ઈશાની નમાજ એક સાથે પઢવી. રાત્રે ઇબાદત કરવી. ખુલ્લા આકાશની નીચે મુઝદલિફામાં રાત રોકાણ કરવી અને પથ્થરો એકત્રિત કરવું. મુઝદલિફાહમાં તંબુ કે અન્ય રહેવાની સગવડ નથી. શૌચાલય અને વઝુ ની સુવિધા ઉપલબ્ધ છે, પરંતુ તેમાં ભીડ હશે. અરફાત છોડતા પહેલા, સંભવિત ભીડ અને લાંબી કતારોને કારણે શૌચાલયનો ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવે છે.
સવારે એટલે કે જેને કુરબાની નો દિવસ (ઈદ અલ-અદ’હા) તરીકે પણ ઓળખવામાં આવે છે, હાજીઓ મુઝદલિફાથી વિદાય કર્યા પછી અને મીના પાછા ફરે છે, હાજીઓ જમરાત અલ-અકાબાની રમી (કાંકરી ફેંક) કરે છે, હદી (કુરબાની) આપે છે, પછી હલક/તકસીર (તેમના વાળ કાપવા), તવાફ અલ-ઝિયારાહ (હજ નું બીજું ફર્ઝ અમલ) અને સઈ (સફા મરવાહ દરમિયાન દોડવું) કરે છે. મિના પર પાછા આવે છે.
મહત્વપૂર્ણ સ્થળો:
મસ્જિદે મશઅરુલ હરામ (Masjid-e-Mash’ar al-Haram):
મસ્જિદે મશઅરુલ હરામ મુઝદલીફા ની મુખ્ય મસ્જિદ છે, અને અહીં ખુદ નબી મુહમ્મદ (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ)એ અરફાતથી પાછા આવીને રોકાયા હતા અને ફજરની નમાઝ બાદ દુઆ કરી હતી.
કુરઆનમાં પણ મશઅરુલ હરામનો ઉલ્લેખ થયો છે (સૂરા બકરાહ – 198), જેના અનુસાર મુઝદલીફા અને ખાસ કરીને આ મસ્જિદમાં ઊભા રહીને દુઆ કરવી જોઈએ.
હાજીઓ માટે અહીં ફજરની નમાઝ અને ખાસ દુઆ કરવાનો લાભદાયક સુન્નત મોકો છે.
ગૂગલ લોકેશન: અહીંયા ક્લિક કરો

—-
વાદી-એ-મુહસ્સિર (Wadi al-Muhassir)
વાદી એ મુહસ્સિર મુઝદલીફા અને મિના વચ્ચે આવેલું એક વાદી (ઘાટી) છે.
આ જગ્યા ઐતિહાસિક રીતે મહત્વપૂર્ણ છે કારણકે અહીં અલ્લાહના હુકમથી અબરાહા નો હાથીવાળો લશ્કર નાશ પામ્યું હતું, જેમનું ઉલ્લેખ સુરહ ફિલ માં થયેલું છે.
હજ કરતા લોકો આ સ્થળ પરથી ઝડપથી પસાર થવાનું હુકમ છે. કારણ કે અહીંયા અલ્લાહ તઆલા નું અઝાબ હાથી વાળા લશ્કર પર આયુ હતું.
ગૂગલ લોકેશન: અહીંયા ક્લિક કરો
જમરાત (Jamarat – The Stone Pillars)
જમરાત ત્રણ પથ્થરનાં સ્તંભો છે (જમરાત અલ સુગરા, જમરાત અલ વુસ્તા, જમરાત અલ અકાબા), જે મિનામાં આવેલા છે. હાજીઓ અહીં શૈતાન પર પથ્થર મારવાની સુન્નત ક્રિયા કરે છે. નબી ઈબ્રાહીમ (અ.સ.) એ શૈતાનને તિરસ્કાર રૂપે અહીં પથ્થર માર્યા હતા, અને એ સુન્નત ને યાદગાર તરીકે દરેક હાજી 10મી, 11મી અને 12મી ઝુલહિજ્જા એ પથ્થર ફેંકે છે. હવે આ એક મલ્ટી-લેવલ પ્લેટફોર્મ તૈયાર થયું છે જેને “Jamarat Bridge” કહે છે.
ગૂગલ લોકેશન: અહીંયા ક્લિક કરો

મસ્જિદે અકાબાહ / મસ્જિદે બયઆહ – મિના (Masjid al-Aqabah / Masjid al-Bay’ah)
મસ્જિદે બયઆહ, જેને મસ્જિદે અકાબાહ પણ કહે છે, મિનામાં આવેલું ઐતિહાસિક સ્થળ છે જ્યાં અન્સાર સાહેબોએ નબી કરીમ (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ) સાથે બયઅત લીધી હતી જેને “બયઅતુલ અકાબાહ” કહે છે.
આ ઘટનાઓ ઇસ્લામના મદીનામાં ફેલાવાના પાયાનું કારણ બની હતી. આ મસ્જિદ આજકાલ એક શાંતિપૂર્ણ સ્થળ છે અને અતિ રસપ્રદ ઇસ્લામી ઇતિહાસ ધરાવે છે. (દરેક ઝિયારત ની વિસ્તાર પૂર્વક માહિતી માટે હરમૈન ગ્લોબલ ટુર્સ ની સિરીઝ ચેક કરો અને હાજી મોહંમદ અવેશ સૈયદ +91 9998031372 અને હાજી ઈકબાલ પાટડિયા +91 8401828464 ની રહબરી માં ઉમરાહ કરી હાંસિલ કરો)
ગૂગલ લોકેશન: અહીંયા ક્લિક કરો

—
ચોથું અને પાંચમું દિવસ: 11 અને 12 ઝુલહિજ્જા – મિના
અમલ:
ત્રણેય જમરાત પર પથ્થર ફેંકવાં (કુલ 21 પથ્થર દરરોજ), મિના ખાતે રાત્રિ વિતાવવી. દિવસ દરમિયાન નમાઝ, તિલાવત, દુઆ અને ઝીકર કરવું. ઈચ્છા મુજબ 13મી તારીખ સુધી રહી શકાય
મહત્વપૂર્ણ સ્થાન:
જબલે કુરબાન (Jabal al-Qurban) – કુરબાનીનું પર્વત
મિનાની આસપાસની પહાડીઓમાં આવેલું છે. જબલે કુરબાન એ તે પર્વત છે જ્યાં (આ જગ્યા એજ છે એવી કોઈ પાકી સાબિતી નથી) હઝરત ઈબ્રાહીમ (અલૈહિસ્સલામ) ને અલ્લાહનું હુકમ મળ્યું હતું કે તેઓ પોતાના દીકરા હઝરત ઇસ્માઇલ (અલૈહિસ્સલામ) ને અલ્લાહ માટે કુરબાન કરો.
જ્યારે ઈબ્રાહીમ (અલૈહિસ્સલામ) પોતાના દીકરા સાથે અહીં આવ્યા અને કુરબાની માટે તૈયાર થયા ત્યારે અલ્લાહે તેમની વફાદારી કબૂલ કરી અને ઇસ્માઈલ (અલૈહિસ્સલામ)ને બચાવીને એક દૂમ્બો મોકલ્યો જેની કુરબાની કરવામાં આવી.
આ ઘટના ઇસ્લામમાં કુરબાનીની શરૂઆત છે અને આજ સુધી દરેક હાજી અને મુસ્લિમ ઇદ અલ અદ’હા પર તેના સુન્નત રૂપ કુરબાની કરે છે.
ગૂગલ લોકેશન: અહીંયા ક્લિક કરો

