Qurbani Beyond the Ritual: The Spirit of Giving for the Sake of Allah – Qurbani nu asli Maksad
કુર્બાની – બકરાની કે નફ્સ ની?
હઝરત ઈબ્રાહીમ અલ. એ એક સ્વપ્ન જોયું… અને વારંવાર જોયું…..આજ્ઞા હતી કે પોતાને સૌથી વધુ પ્રિય વસ્તુ ની કુરબાની આપો. કુર્બાની માત્ર જાનવર જિબહ કરવાનું નામ નથી. કુર્બાની એટલે પોતાની સૌથી વધુ પ્રેમભરેલી વસ્તુને અલ્લાહ ની રાહમાં ફરજ અદા કરવા માટે અર્પણ કરવી.
દિન ની ખાતર માલ ખર્ચ કરવો, સમય આપવો, શરીરથી મહેનત કરવી, સંઘર્ષ કરવો આ બધું પણ બલિદાન આપવું એ કુરબાની છે.
અને જ્યારે હઝરત ઇબ્રાહિમ અલ. ને ઈશારો મળ્યો કે મારો સૌથી પ્રિય પુત્ર ઈસ્માઈલ અલ. ની કુરબાની આપું છું તો પિતાએ કહ્યું:
બેટા! હું સ્વપ્નમાં જોઉં છું કે હું તને જીબાહ કરી રહ્યો છું, હવે મને કહો, તું શું વિચારે છે? તેણે કહ્યું, “હે પિતાજી, તમને જે હુકમ આપવામાં આવે છે તે કરો અલ્લાહ ઈચ્છે તો તમે મને ધીરજવાન લોકોમાં જોશો.” કુરઆન 37–102
અલ્લામા ઈકબાલ કહે છેઃ યે ફૈઝાને નઝર થા યા મકતબ કી કરામત થી, સિખાએ કિસને ઈસ્માઈલ કો આદાબે ફરઝંદી
પછી જ્યારે બંનેએ પોતાને સમર્પિત કર્યા અને ઈબ્રાહિમે તેના પુત્ર સુવડાવી દીધો. 37–103
એ વખત ની કલ્પના પણ ના કરી શકો
જ્યારે છરી ઈસ્માઈલ ના ગળા સુધી પહોંચી….
તો અમે તેને નિદા કરી અય ઇબ્રાહિમ, ખરેખર, તમે સ્વપ્ન સાકાર કરી બતાવ્યુ, આ રીતે અમે સત્કર્મીઓને ઈનામ આપીએ છીએ. 37–105
તો અલ્લાહ એ છરીને રોકી અને એક દુમ્બો જન્નત થી મોકલ્યો.
એજ દિવસથી આજે સુધી દરેક ઉંમ્મત પર આ સુન્નત ફરજ બની છે.
એટલે અલ્લાહ તઆલા કુરઆન માં ફરમાવે છે કે: અલ્લાહ સુધી ન તો માંસ પહોંચે છે, ન તો લોહી, એની પાસે માત્ર તમારું તક્ક્વા પહોંચે છે.” (સૂરહ હજ 22:37)
સાચી કુરબાની આ હિકાયત થી સમજી શકાય છે કે અલ્લાહ તઆલા ના હુકમ નું પાલન કરવામાં દુનિયા ની કોઇ પણ પ્રિય વસ્તુ આવી જાય એને દૂર કરો અને અલ્લાહ રાજી થાય એવા અમલ કરો.
——-
આજની કુર્બાની શું છે?
ઘમંડને જુબેહ કરો
ઈર્ષા, લાલચ અને અહંકારને કાપો
પોતાનાં ઇચ્છાઓને ત્યાગો, અલ્લાહ માટે
હા, કુરબાની નું ગોશ્ત વહેંચો, ગરીબોને ખવાડાવો, પણ પોતાનાં ખોટાં ઈગો વર્ચસ્વ સાથે જીવતા રહો તો… કુર્બાની ફક્ત રિવાજ બની રહી જાય છે.
સાચી કુર્બાની એ છે કે આપના દિલ પર છરી ફેરવી ને કહો “એ પરવરદિગાર, હવે તું જ મને મહત્ત્વનો છે.”
વધુ રસપ્રદ અને સહી જાણકારી માટે અમારી વેબસાઇટ ને ફોલો કરતા રહો. અને જે હાજીઓ આ વર્ષે હજ પર જાય છે એમના સુધી શેર કરો. જઝાકલ્લાહુ ખૈર. – મોહંમદ અવેશ સૈયદ – 9998031372