“મદની” લોકો ની એટલે કે મદીનાવાસીઓ, અન્સારની અને મદીનાના કબીલાઓ નો ઇસ્લામમાં સ્થાન અને ફઝીલત. 👇

મદીનાવાસીઓ માટે નબી ﷺ ની વિશેષ દુઆ

નબી અકરમ ﷺ જ્યારે મક્કાથી હિજરત કરીને મદીનાહ આવ્યાં ત્યારે મદીનાની મીઠી માટી, તેનો હવા-પાણી અને રહેવાસીઓ પ્રત્યે તેમણે વિશેષ પ્રેમ વ્યક્ત કર્યો. અને ફરમાવ્યું.

> “اَللّٰهُمَّ حَبِّبْ إِلَيْنَا الْمَدِينَةَ كَحُبِّنَا مَكَّةَ أَوْ أَشَدَّ”

અર્થ: “અય અલ્લાહ! મદીનાહને પણ અમારું એટલું જ પ્રિય બનાવી દે જેટલું મક્કા છે અથવા એથી પણ વધુ!”
(સહી બુખારી: 1889)

બીજી હદીસમાં એ પણ દુઆ છે કે મદીનાના હવા-પાણી અને માટીમાં બરકત મુકી દે:

> “اللهم بارك لنا في مدينتنا، وفي صاعنا، وفي مدنا”

અર્થ: “અય અલ્લાહ! અમારા મદીનામાં, અમારા માપમાં (ઘરેલું અનાજ નું માપ એટલે સાઅ અને મુદ) બરકત અતા કર.”
(સહી બુખારી: 1889, સહી મુસ્લિમ: 1373)

અન્સાર ની ફઝીલત નબીનો દિલથી પ્રેમ.

અન્સાર એ મદીનાના વતનીઓ હતા જેઓએ મક્કાથી હિજરત કરેલા મુસ્લિમો (મુહાજીરીન)નું દિલ થી સ્વાગત કર્યું, તેમનાં ઘરો, અનાજ અને દિલ ખોલી આપ્યું.

નબી ﷺ એ ફરમાવ્યું:
“અન્સાર સાથે ફક્ત મોમીન મુહબ્બત રાખશે અને માત્ર મુનાફિક જ નફરત કરશે અને જે અન્સાર થી મુહબ્બત કરશે અલ્લાહ એમના થી મુહબ્બત કરશે અને જે તેમનાથી અદાવત રાખશે અલ્લાહ તેમનાથી અદાવત રાખશે”
(સહી બુખારી: 3783)

“જો મેં હિજરત ન કરી હોત તો મને અન્સારનો સભ્ય બનવું ગમ્યું હોત.”
(સહી બુખારી:3779)

કુરઆન શરીફ માં પણ અન્સારના વખાણ થયાં છે:

“(અન્સાર) જેઓ આ મુહાજીરીનોના આગમન પહેલા જ દારુલ-હિજરતમાં ઈમાન ધરાવતા હતા અને રોકાયા હતા. તેઓ તેમને મુહબ્બત કરે છે જેઓ તેમની પાસે હિજરત કરી ને ગયા છે અને તેમને જે આપવામાં આવે છે તેની તેઓ તેમના દિલમાં કોઈ જરૂરિયાત અનુભવતા નથી અને તેઓ તેમના પોતાના લોકો પર બીજાઓને પ્રાધાન્ય આપે છે, પછી ભલે તેઓ પોતે જરૂરિયાતમાં હોય. સત્ય એ છે કે જેઓ પોતાના જાત ની કંજૂસી થી બચી જાય છે તેઓ જ સમૃદ્ધિ મેળવે છે.
(સૂરાહ હશર: 9)

મદીનાના કબીલાઓ, ખાસ કરીને અવ્સ અને ખઝરજ

મદીનામાં મુખ્યત્વે બે મોટાં કબીલા રહેતાં: બનૂ અવ્સ અને બનૂ ખઝરજ. આ બંને કબિલાઓ પછીથી અન્સાર તરીકે ઓળખાયા.

પહેલાં આ બંનેમાં લડાઈ ચાલતી હતી.

નબી ﷺની મદીના શરીફ માં આમદ પછી, તેમનું દિલ ઈમાન અને ભાઈચારાથી ભરાઈ ગયું.

તેમને અલ્લાહ એ “અલઅન્સાર” નો લકબ આપ્યો.

કુરઆન શરીફ માં છે:

“બધા મળીને અલ્લાહની દોરી (અર્થાત્ કુરઆન અને ઇસ્લામ ને) મજબૂતીથી પકડો અને અંદરો અંદર ફૂટમાં ન પડો. એ અલ્લાહ ના ઉપકાર ને યાદ કરો કે જ્યારે તમે એકબીજાના દુશ્મન હતા ત્યારે અલ્લાહે તમારા બધાના દિલ ભેગા કરી દીધા અને તેનાં રહેમત દ્વારા તમે ભાઈભાઈ બની ગયા. તમે અગ્નિથી ભરેલા એક ખાડાની ધાર પર ઊભા હતા, તો અલલાહે તમને એમાંથી બચાવ્યા. આમ, અલલાહ પોતાના નિશાનીઓ તમારાં સામે સ્પષ્ટ કરે છે જેથી કે તમે સાચો માર્ગ અપનાવો.”
(આલ ઇમરાન: 103)

મુહાજિરીન (મક્કા થી હિજરત કરનારાઓ)ની ફઝીલત

મુહાજિરીન એ નબી ﷺ સાથે મક્કાથી હિજરત કરનારા ઈમાનદાર લોકોને કહેવાય છે. તેમણે ઇસ્લામ માટે ઘર-જમીન, વેપાર, પરિવાર બધું છોડી દીધું.

કુરઆન શરીફ માં છે:

“તે લોકો જેઓ ઈમાન લાવ્યા, જેઓ હિજરત કરે છે, તેમનો ઘર બાર, માલ છોડે છે, અને અલલાહના માર્ગે લડે છે, તેમની મગફિરત અને મોટો સવાબ છે.”
(સૂરાહ બકરા: 218)


વધુ રસપ્રદ અને સહી જાણકારી માટે અમારી વેબસાઇટ ને ફોલો કરતા રહો. અને જે હાજીઓ આ વર્ષે હજ પર જાય છે એમના સુધી શેર કરો. જઝાકલ્લાહુ ખૈર.
– મોહંમદ અવેશ સૈયદ – 9998031372