હજ 2025 માટે મહત્વપૂર્ણ સાવચેતી અને નવી જાણકારી

ઉપરોક્ત પરિપત્રનો સારાંશ:

હજ 2025 માટે સાઉદી સરકારના નવા નિયમો અનુસાર યાત્રીઓએ ખાસ સાવચેતી રાખવી અત્યંત આવશ્યક છે.

સાઉદી અરેબિયામાં રહેવા અને ત્યાંની સેવાઓ (જેમ કે બસ, ટ્રેન, ફ્લાઇટ વગેરે) માટેનો ખર્ચ પહેલેથી જ ચૂકવવામાં આવ્યો છે અને આ ખર્ચ હજ વિઝા સાથે જોડાયેલો છે. એટલે વિઝા મેળવવા માટે પહેલા ચુકવણી કરવી ફરજિયાત હતી.

હજુ સુધી કોઇપણ પરિસ્થિતિમાં આ ચુકવાયેલા ખર્ચની પરતફેર (Refund) કે વિઝા રદ કરાવવાની વ્યવસ્થા ઉપલબ્ધ નથી, કારણ કે “Nusuk Massar Portal” દ્વારા આવી સુવિધા હાલ પૂરી પાડવામાં નથી આવી.

ભારત સરકારે આ બાબતે સાઉદી અરબ સરકાર સાથે ચર્ચા કરી છે.

હાલની સ્થિતિ અનુસાર, ફક્ત મૃત્યુ અથવા ગંભીર તબિયત બગડવાના મમલામાં જ હજ યાત્રા રદ કરી શકાય છે. અન્ય કોઇ કારણસર યાત્રા રદ કરશો તો ચુકવેલા પૈસા પરત મળવાના નથી.

હજ યાત્રીઓએ પોતાનાં ફ્લાઇટના સમયને કડક રીતે અનુસરવો જોઈએ. જો ફ્લાઇટ ચૂકી જાશે તો ચુકવેલા પૈસા વાપસી નહીં થાય અને નવી ફ્લાઇટની વ્યવસ્થા પણ નહીં થાય.

સ્ત્રોત: હજ કમિટી ઓફ ઈન્ડિયા પરિપત્ર ક્રમાંક ૪૩