How to keep in touch with family after arriving in Saudi Arabia? Jeddah & Madinah Airport Wifi – Saudi SIM
સાઉદી અરબ પહોંચ્યા પછી પરિવાર સાથે કેવી રીતે સંપર્ક રાખવો?
જ્યારે તમે જિદ્દાહ અથવા મદીના એરપોર્ટ પર પહોંચો છો, ત્યારે તમારા પરિવાર સાથે સંપર્ક બનાવવા માટે કેટલીક મહત્વપૂર્ણ વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે:
1. એરપોર્ટ પર મફત વાઇફાઇ: સાઉદી અરબના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ્સ પર મફત Wi-Fi ઉપલબ્ધ છે. પરંતુ, એ તમારા ભારતના મોબાઇલ સિમથી સીધું જોડાતું નથી. Wi-Fi કનેક્ટ કરવા માટે તમારે તમારું ઈમેઈલ સરનામું ઉપયોગ કરવું પડશે અને રજિસ્ટ્રેશન પૂરું કરવું પડશે.
2. આંતરરાષ્ટ્રીય રોમિંગ: જોઈએ તો, તમે ભારતમાંથી જ પોતાનું ઇન્ટરનેશનલ રોમિંગ પેક એક્ટિવેટ કરી શકો છો. એરપોર્ટ પર ઊતરતાં પહેલાં તમારા ફોનમાં મોબાઇલ ડેટા રોમિંગ ચાલુ કરો અને જરૂરી સેટિંગ્સ કરી લો. જો એરપોર્ટ પર ભીડ હોય અને તમે Wi-Fi કનેક્ટ ન કરી શકો, તો રોમિંગ દ્વારા તમારા પરિવાર સાથે તરત સંપર્ક કરી શકશો.
3. હોટલમાં મફત Wi-Fi: જો ઉપરની કોઈ વિકલ્પો કાર્યરત ન થાય, તો હોટલમાં પહોંચ્યા પછી તમારે મફત Wi-Fi મળી જશે. ત્યારબાદ તમે તમારા પરિવાર સાથે સંપર્ક કરી શકો છો.
4. વૉઇસ અને વીડિયો કોલિંગ વિશે મહત્વપૂર્ણ માહિતી: સાઉદી અરબમાં WhatsApp પર સીધો વૉઇસ કે વીડિયો કોલ કરવો શક્ય નથી. તેથી, અહીં થી રવાના થતાં પહેલા, તમારા ફોનમાં IMO અથવા Google Meet જેવા મફત વીડિયો કોલિંગ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો.
5. સાઉદી સિમ ખરીદવું: હોટલની બહાર તમે સ્થાનિક સાઉદી સિમકાર્ડ ખરીદી શકો છો, જે ઇન્ટરનેટ અને ઈમર્જન્સી અપડેટ માટે ઉપયોગી થશે. સાઉદી નંબર મેળવ્યા પછી તરત તમારા પરિવારજનો, ટૂર ઓપરેટર, મુઅલ્લિમ અથવા લીડર સાથે એ નંબર શેર કરો.