Jamarat isn’t just about throwing stones at pillars. It’s about throwing away the devil inside you.
જમરાત: રમી ફક્ત થાંભલા ને જ કે નફસિયાતી શૈતાન ને?
હઝરત ઇબ્રાહીમ અલ. ના જીવન માં બનેલી એક સત્ય હકીકત કોણ નથી જાણતું? જ્યારે એ પોતાના પુત્ર હઝરત ઈસ્માઈલ અલ. ને કુર્બાની માટે લઈ ચાલ્યા હતા, ત્યારે શૈતાને ત્રણ વખત રસ્તો રોક્યો અને દરેક વખત તેઓએ પથ્થર ફેંકી, શૈતાનને ભગાડ્યો. શૈતાન નું મકસદ હતું કે અલ્લાહ તઆલા ના હુકમ નું પાલન ના થાય. હઝરત ઇબ્રાહિમ અલ. એમની કસોટી માં પાસ ના થાય. પરંતુ તેઓએ શૈતાન નાં કપટ માં આવ્યાં વગર અલ્લાહ તઆલા ના હુકમ નું પાલન કર્યું.
આજ એ પથ્થરો તમે પણ ફેંકો છો. એમણે તો રબ્બે કાયનાત નું હુકમ નું પાલન કર્યું પણ એ માત્ર હાથથી નહતું, દિલથી હતું. જમરાત ની રમી નું અસલ મકસદ આ જ છે કે તમે પણ માત્ર હાથ થી ત્રણેય થાંભલા પર પથ્થર ફેંકવા ની સાથે સાથે તમારા અંદર નાં શૈતાન ને પણ દિલ થી પથ્થર મારી ને ભગાવો.
પછીના… તમારાં નાના-મોટા અંદરના દુશ્મનો માટે, શૈતાન જે તમારો ખુલો દુશ્મન છે.
જમરાત એ અંદરના શૈતાન સામેની લડાઈ છે. થાંભલા પર નહિ, પોતાની અંદર ઝાંકી ને પથ્થરો ફેંકો અને તમારા માં થી આ બુરાઈઓ ના શૈતાન ને ભગાવો. ઇન્શાલ્લાહ તમારી હજ મબરુર અને મકબૂલ થશે અને જીવન માં એના સારા પરિણામ મળશે.
વધુ રસપ્રદ અને સહી જાણકારી માટે અમારી વેબસાઇટ ને ફોલો કરતા રહો. અને જે હાજીઓ આ વર્ષે હજ પર જાય છે એમના સુધી શેર કરો. જઝાકલ્લાહુ ખૈર. – મોહંમદ અવેશ સૈયદ – 9998031372