
મદીના મુનવ્વરાહ ના પર્વતો વિશે.
1. જબલે ઉહદ (Jabal e Uhud)
સ્થિતિ: મદીનાના ઉત્તર તરફ, નબીની મસ્જિદથી આશરે 5 કિમી દૂર. ગૂગલ લોકેશન
ઉંચાઈ: 1,077 મીટર (3,533 ફૂટ).
ઇતિહાસ: ઇસ્લામના ઇતિહાસમાં મહત્વપૂર્ણ જંગે ઉહદ (3 હિજરી / 625 CE) અહીં થઈ હતી, જેમાં 70 સહાબીઓ શહીદ થયા હતા, જેમાં નબી ﷺ નાં ચાચા હઝરત હમઝા (રજિ.) પણ શામેલ છે.
હદીસ: નબી કરીમ ﷺ એ ફરમાવ્યું: “ઉહદ એ પર્વત છે જે અમને મુહબ્બત કરે છે અને અમે તેને મુહબ્બત કરીએ છીએ.”
2. જબલે અય્યર (Jabal e Ayr)
સ્થિતિ: મદીનાના દક્ષિણ-પશ્ચિમમાં, નબી ની મસ્જિદથી આશરે 7 કિમી દૂર. ગૂગલ લોકેશન
ઉહદ પછીનું બીજું સૌથી મોટું પર્વત છે.
હદીસ: નબીએ કરીમ ﷺ તેને “જહન્નમનો પર્વત” તરીકે ઉલ્લેખ કર્યો છે.
3. જબલે ફતહ (Jabal e Fatah)
સ્થિતિ: મદીનાના જંગે ખંદક સ્થળની નજીક. ગૂગલ લોકેશન
ઇતિહાસ: જંગે ખંદક દરમિયાન નબીએ કરીમ ﷺ અહીં દુઆ કરી હતી અને અહીં મસ્જિદ અલ-ફતહ સ્થિત છે, જ્યાં વિજયની વહી મળી હતી.
4. જબલે સિલા (Jabal e Sela)
સ્થિતિ: મદીનાના મધ્યમાં, જંગે ખંદક સ્થળની નજીક. ગૂગલ લોકેશન
ઇતિહાસ: જંગે ખંદક દરમિયાન નબીએ કરીમ ﷺ અહીં દુઆ કરી હતી. ખંદક અને મદીના વચ્ચે આ પહાડી આવેલ છે.
5. જબલે રુમાહ (Jabal e Rumah)
સ્થિતિ: જબલ ઉહદની સામે, નાની ટેકરી છે. ગૂગલ લોકેશન
ઇતિહાસ: જંગે ઉહદ દરમિયાન નબીએ કરીમ ﷺ તીર અંદાજો ને અહીં ઊભા કર્યા હતા. આ પર્વતને “તીરંદાજોનો પર્વત” તરીકે પણ ઓળખવામાં આવે છે.
વધુ રસપ્રદ અને સહી જાણકારી માટે અમારી વેબસાઇટ ને ફોલો કરતા રહો. અને જે હાજીઓ આ વર્ષે હજ પર જાય છે એમના સુધી શેર કરો. જઝાકલ્લાહુ ખૈર.
– મોહંમદ અવેશ સૈયદ – 9998031372