મુઝદલિફા, ખુલ્લા આકાશ નીચેનું રાત્રી નિવાસ

અરફાતના પવિત્ર દિવસ પછી, હાજીઓ મુઝદલિફા તરફ ચાલે છે. આરામ માટે નહિ, પણ સાચા અર્થમાં સબ્ર અને તવક્કુલના પરિક્ષણ માટે.

મુઝદલિફા માં કોઇ ટેન્ટ નથી, કોઇ શેડ નથી. અહીંયા જમીન પર સૂવું પડે છે, ખાલી આકાશ નીચે. બધાજ હાજીઓ એક સમાન. જમીન ઉબડખાબડ, ઉંઘ ન આવે પણ આકાશ નીચે આખી ઉંમ્મત એકસાથે સુવે છે. આ એક અનમોલ દ્રશ્ય છે!સબ્ર અને ઇમાનનો સાચો ઇમ્તેહાન મુઝદલિફા માં થાય છે.

ટોઇલેટ બહુ ઓછા હોય છે, ભીડ વધારે હોય છે. ક્યારેક પાણી પણ ખલાસ થઈ જાય. પીવાના પાણી થી વઝુ કરવું. કોઈ બીજા ને મદદ કરવી અહીં શુક્ર ગુજાર થવાની સીખ મળે છે અને આજ છે મુઝદલિફાહ ની રુહાનિયત.

જમરાત માટે નાનકડા પથ્થરો અહીંથી ભેગા કરવાના હોય છે. મીના અરફાત ના થકાવો તો ખૂબ જ છે પણ એમાં જ રહમત છે.



મુઝદલિફા માટે ઉપયોગી ટિપ્સ

એક ચટાઇ કે પાતળી પથારી સાથે રાખો.

ગળાનું નાનું પિલો કે નરમ ઓશીકું રાખો.

પાણીની બોટલ, હળવો નાસ્તો અને વેટ વાઇપ્સ સુગંધ વગરના સાથે રાખો.

પાતળી શાલ લઇ જાવ.

નમાઝ, દુઆ ઝિકર પછી આરામ કરવો, ઉંઘ ન આવે તો પણ પડેલી હાલતમાં રહેવું એ પણ ઇબાદત છે.

તમારા ગ્રુપ સાથે રહો, એક બીજા ના સંપર્ક માં રહો અહીંયા ભટકાવાનો ખતરો વધું રહે છે.


“મુઝદલિફા એ જગ્યા છે જ્યાં તકલીફમાં રહેમત છે. અહીં તમારું દિલ કહેશે (حَسْبِي اللهُ) હસ્બીયલ્લાહુ – અલ્લાહ તું મારા માટે કાફી છે.”

વધું ને વધુ રસપ્રદ અને સહી જાણકારી માટે અમારી વેબસાઇટ ને ફોલો કરતા રહો. જઝાકલ્લાહુ ખૈર.
– મોહંમદ અવેશ સૈયદ-  9998031372