“મદીનાહ મુનવ્વરાહના નામો અને તેમના અર્થ અને અહમિયત” 👇

ઇસ્લામીક સાહિત્યમાં મદીનાહના ઘણા નામો છે, જે તેનું મહાત્મ્ય, પવિત્રતા અને ખાસિયત દર્શાવે છે. વિખ્યાત મુસન્નિફ ઇમામ અલી બિન અબ્દુલ્લાહ અલ સમ્હૂદી (રહ) ની કિતાબ “વફા ઉલ વફા” પ્રમાણે, મદીનાહના લગભગ 100 જેટલા નામો ઉલ્લેખવામાં આવ્યા છે. અહીં અમે મુખ્ય અને સૌથી મશહૂર નામો ગુજરાતી અર્થ સાથે આપી રહ્યાં છીએ:

મદીનાહના પ્રસિદ્ધ નામો અને તેમના અર્થો:

1. મદીનતુન્નબી (مدینة النبی) – નબીનું શહેર

2. મદીનતુલ મુનવ્વરા (المدينة المنورة) – પ્રકાશથી (નૂર) ભરેલું શહેર

3.  મદીનતુર રસૂલ (مدينة رسول) – રસુલ નું શહેર

4. તાબાહ (طابة) – પવિત્ર, શુદ્ધ

5. તયબાહ (طيبة) – મધુર, પવિત્ર

6. દારુલ હિજરા (دار الهجرة) – હિજરત નું સ્થાન

7. અલ-મુબારકા (المباركة) – બરકતવાળું શહેર

8. અલ-હિરા (الحرة) – પર્વતોવાળું શહેર

9. અલ-ઈમાન (الإيمان) – ઈમાનનો સ્થાન

10. અલ હબીબ (الحبيب) – મુહબ્બત વાળુ શહેર


વિશેષ નોંધ: યષરીબ (یثرب) મદીના શરીફ નું પ્રાચીન નામ (જાહિલિયત પહેલાં) હતું જે નબી એ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ ને નાપસંદ હતું. જ્યારે કેટલાક લોકો અજાણતા “યષરીબ” શબ્દ ઉપયોગ કરે છે, તે નામે નબી ﷺ નારાજ થાય છે. તેથી “મદીનાહ”, “તયબાહ”, “મદીનતુન્નબી” જેવા નામોનો ઉપયોગ કરવો વધુ સારું છે. (મુસ્નદ અહમદ)

વધુ રસપ્રદ અને સહી જાણકારી માટે અમારી વેબસાઇટ ને ફોલો કરતા રહો. અને જે હાજીઓ આ વર્ષે હજ પર જાય છે એમના સુધી શેર કરો. જઝાકલ્લાહુ ખૈર.
– મોહંમદ અવેશ સૈયદ – 9998031372