
“મિના મા તકલીફ છે પણ એજ તકલીફમાં રહેમત છે…”
હાજી સાહિબાન, મીના એ કાયમી આરામનું સ્થાન નથી… પણ એ એજ જગ્યા છે, જ્યાં અલ્લાહના ખૂબ જ નજીક પહોંચી શકાઈ છે. અલ્લાહ તઆલા ની કુરબત પ્રાપ્ત કરવાની ઝૂંપડી એટલે મીના નું ખેમુ.
તમે એક ટેન્ટમાં 30-50 લોકો સાથે રહેશો. બધા જમીન પર એક નાની પથારી (મેટ્રેસ) પર સુવે છે, ટોઇલેટ માટે લાઈનમાં ઊભા રહેવું પડે, અને ખોરાક પણ સરળતાથી ના મળે. પણ એજ મહોલમાં, તમે દુઆઓ કરો, તસ્બીહ પઢો છો, ઝિક્ર ની મેહફીલ સજાય છે, કુરાન ની તિલાવત થાય છે, હદીસ ના બોધ પાઠ કરવા માં આવે છે, કેટલાક રડી રડી ને દુઆઓ કરતા હોય છે, કેટલાક ઇબાદત માં તલ્લીન થઈ ને પોતાના ગુનાહો ની માફી માંગતા હોય છે અને દેશ વિદેશ ના દરેક મુસલમાન એક સાથે આ રીતે જોવા મળતા હોય છે.
એકબીજાને પાણી પીવડાવવો, મદદ કરવી, પોતાનું ખોરાક વહેંચવું, ખાસ કરીને બુઝુર્ગ હાજીઓ ને મદદ કરવી આ બધુંજ હજ્જનો હિસ્સો છે.
મિના એટલે સાદગી, સબ્ર, અને સહભાગીતાનું પવિત્ર સ્થાન. જેટલી તકલીફ છે, એટલુજ અઝર છે!
તો શારીરિક તૈયારી સાથે સાથે રૂહાની તૈયારી પણ જરૂરી છે.
હજ ની રૂહાની તૈયારી સિરીઝ પેહલી વાર ગુજરાતી અને હિંદી માં. દરેક જોડે શેર કરો.
————————–
