કેમ કરોડો મુસ્લિમો એક મહિલાના પગલાંઓનું અનુસરણ કરે છે?

• સઈ

જ્યારે આપણે હજ અને ઉમરાના પવિત્ર અમલ વિશે વિચારીએ છીએ, ત્યારે એક જ છબી હૃદયમાં ઉતરે છે:
એક મહિલા, નિર્જળ વાદીમાં, પોતાના બાળક માટે પાણી શોધવા બે પર્વતો વચ્ચે દોડી રહી છે.

આજ પણ લાખો મુસ્લિમો પુરુષ અને સ્ત્રી બંને સફા અને મરવા વચ્ચે દોડી, તેમના બલિદાન, વિશ્વાસને અને હિંમત ને યાદ કરે છે.

આ મહિલા કોણ હતી?
એ હતી હજરત હાઝરા (અલૈહિસ્સલામ), પયગંબર ઈસ્માઈલ (અ.સ.) ની માતા અને પયગંબર ઈબ્રાહીમ (અ.સ.) ની પત્ની.



સઈનું ઈતિહાસ:

હઝરત ઈબ્રાહીમ (અ.સ.) ને અલ્લાહ તઆલા એ હુકમ આપ્યો કે તેઓ પોતાની પત્ની અને બાળકને મકકા ની સુખી વાદી માં છોડે. જ્યાં કોઈ ખોરાક નહિ, કોઈ પાણી નહિ, કોઈ મદદ નહિ…
હજરત હાઝરા પોતાના તરસ્યાં બાળક માટે સફા અને મરવા વચ્ચે દોડતી રહી….

તેમણે હાર ન માની.
તેમણે દુઆઓ કરી.
તેમણે આશા ન ગુમાવી.

અલ્લાહ તઆલા એ તેમની મહેનતને એટલી પસંદ કરી કે આજ સુધી તેની યાદમાં આપણે સઈ કરીએ છીએ.

અંતે, જિબ્રાઇલ (અ.સ.) એ જમીન પર પોતાનું પર માર્યો અને ઝમઝમનું પાણી ફૂટ્યું. જે આજ દિન સુધી એ નદીઓની જેમ વહે છે અને હઝારો વર્ષ થી અરબો ખરબો એના થી પણ વધુ કે ગણતરી શક્ય નથી, લોકો ને સૈરાબ કરે છે અને કરતો રહેશે.



કેમ અલ્લાહ તઆલા એ આ અમલ હજ ઉમરાહ માટે જરૂરી બનાવ્યું?

إِنَّ الصَّفَا وَالْمَرْوَةَ مِن شَعَائِرِ اللَّهِ


જ્યારે આપણે સફા અને મરવા વચ્ચે ચાલીએ છીએ, તો આપણે ફક્ત એક રિવાજ નથી પૂરો કરી રહ્યા પણ આપણે વિશ્વાસ તવક્કુલ અને ધીરજ સબ્ર નો પાઠ વાંચીએ છીએ.

આપણે યાદ કરીએ છીએ કે ક્યારેક સૌથી મોટો ચમત્કાર સૌથી મોટું સંઘર્ષ કરીને જ આવે છે. અલ્લાહ પર થી આશ ન ગુમાવો, ભલે ને રસ્તો દેખાય નહિ. પહેલા મહેનત કરો, દુઆઓ સાથે આગળ વધો. અલ્લાહ તઆલા તમારા સંઘર્ષ ને જુએ છે.


હજરત હાઝરા ની દોડ આજે પણ ધબકતી રહે છે ઈમાન અને તવક્કુલ નો અનંત સંદેશ લઈ ને. આજે ફલસતીન ગાઝા ના મુસ્લિમો આનું ઉદાહરણ છે. આ ધરતી પર આજ ના એવા આધુનિક સમય માં પણ જ્યાં ઘણા શક્તિશાળી મુસ્લિમ હુકુમત હોવા છતાં કોઈ એમની મદદ નથી કરતું કોઈ આ નરસંહાર નથી રોકતું છતાં ત્યાં ના લોકો અલ્લાહ તઆલા પર પૂરું વિશ્વાસ રાખે છે અને જરૂર થી એક સમય એવો પણ આવશે કે આ લાખો બેકસુર મુસ્લિમો નું બલિદાન એમને રોશન ફતેહ આપશે. તમામ હાજીસાહીબાન થી ગુઝારિશ કે હજ માં દરેક પગલે એમના માટે દુઆ કરજો અને ઇઝરાયેલી પ્રોડક્ટ્સ નું ઉપયોગ નાં કરતા. આટલું સંઘર્ષ પણ ના થઈ શકે ????

શક્ય હોય એટલા બીજા હાજીઓ ને પણ આ પૈગામ પહોંચાડી દેજો. આ નાનકડી મદદ પણ બહુ મોટી બનીશકે છે.


સબક:

જ્યારે તમે સઈ કરો ત્યારે ફક્ત ચાલશો નહિ.
આશા અને ભરોસાની સાથે ચાલો.
દુઆ અને ધીરજ સાથે દોડો.
અને યાદ રાખો:
તમારું સૌથી મોટું સંઘર્ષ તમારી સૌથી મોટી કામયાબીની શરૂઆત છે.


વધુ રસપ્રદ અને સહી જાણકારી માટે અમારી વેબસાઇટ ને ફોલો કરતા રહો. અને જે હાજીઓ આ વર્ષે હજ પર જાય છે એમના સુધી શેર કરો. જઝાકલ્લાહુ ખૈર.
– મોહંમદ અવેશ સૈયદ – 9998031372